AICCના 5 સભ્યોની ટિમેં મોરબીના કોંગ્રેસના વિવિધ મંડળના હોદ્દેદારો સાથે વિચાર વિમર્સ કર્યો
મોરબી : AICCના 5 સભ્યોની ટિમ મોરબીમાં આવી છે. આ ટીમે અહીં કોંગ્રેસના વિવિધ મંડળના હોદ્દેદારોને સાંભળ્યા છે. હવે આવતીકાલે આ ટિમ તાલુકા મથકોએ જઈને ત્યાંના આગેવાનો અને કાર્યકરો સાથે વાતચીત કરશે.
મોરબી ખાતે “સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત આજે સર્કીટ હાઉસ ખાતે AICCનાં ઓબ્ઝર્વર બી.વી.શ્રીનિવાસજી અને શુભાષીની યાદવ તથા તેમની સાથે સહ પ્રભારી ડો.દિનેશભાઈ પરમાર (પૂર્વ મંત્રી ગુજરાત સરકાર) વાલજીભાઈ દનિચા (પૂર્વ ધારાસભ્ય, કચ્છ) હિતેશભાઈ વોરા (પૂર્વ પ્રમુખ, રાજકોટ જીલ્લા કોંગ્રેસ) અને મનુભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ) સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.
આ ટીમે નવા સંગઠનાત્મક પરિવર્તનને લઈ જિલ્લાના જુદા જુદા મંડળ જેમ કે યુવા કોંગ્રેસ, એસસી એસટી સેલ, માઇનોરીટી સેલ, મહિલા સેલના હોદ્દેદારોને સાંભળ્યા હતા. આ વેળાએ જુના નેતાઓએ અનેક પ્રશ્નો પણ રજૂ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ટિમ આવતીકાલે દરેક તાલુકા મથકે જઈ કાર્યકરોને સાંભળશે તેવું જાણવા મળી રહ્યું છે.


