ટંકારા પોલીસ સ્ટેશનના મંદીર ચોરીના ગુન્હામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડ્યો છે.
મળયી વિગતો મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં મંદિર ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કમલેશ બુચા ડામોર રહે.સીયાલી તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી) વાળો હાલે મધ્યપ્રદેશ ખાતે તેના રહેણાંક મકાને હોવાની મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમને બાતમી મળી હતો. જેથી ટીમ બનાવી મધ્યપ્રદેશ ખાતે મોકલતા હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી કમલેશ બુચા ડામોર સીયાલી ગામ બંગલા કળીયા ચોકડી ખાતેથી મળી આવ્યો હતો. જેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આમ, ટંકારા પોલીસ સ્ટેશનના મંદિર ચોરીના ગુન્હામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.
