મોરબી: આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો ભાસ કરાવતી લોકપ્રિય રમત છેલ્લા ૪૫ દિવસ થી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ – ૩ જયુબિલી ગ્રાઉન્ડ ભુજ મધ્યે રમાઇ રાજી છે. ૫૨૦ ટીમો થી વધુ રમાનાર આ મેચ રોમાંચ અને ઉત્સાહ થી ભરપુર છે અને બહોળી સંખ્યામાં ખેલ દર્શક ઉપસ્થિત રહી ખેલાડીઓને ઉત્સાહ અને આયોજકો – વ્યવસ્થાપકો ને અભિનંદન આપે છે.
આ સાથે તારીખ ૧૯/૦૪/૨૦૨૫ના પિસ્તાલીસમાં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ વીરકૃપા ઇલેવન અને નાગરાજ ઇલેવન માધાપર વચ્ચે રમાઇ જેમાં નાગરાજ ઇલેવન માધાપરની જીત થઇ હતી. બીજી મેચ RR ઇલેવન અને અરફાન ઇલેવન વચ્ચે રમાઇ જેમાં અરફાન ઇલેવન ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ યંગ બુલેટ ઇલેવન અંજાર અને અલખ ઇલેવન રામપર વચ્ચે રમાઇ હતી. જેમાં યંગ બુલેટ ઇલેવન અંજાર વિજેતા થઇ હતી. ચોથી મેચ કુકમા ઇલેવન કુકમા અને ઇકરા ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં ઇકરા ઇલેવન ભુજ ની જીત થઇ હતી. પાંચમી મેચ દાદા વોરિયર્સ ઇલેવન અને ખોડીયાર ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં દાદા વોરિયર્સ ઇલેવન ટીમ વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ દોસ્તી ઇલેવન જરૂ અને શિફા ઇલેવન નેત્રા વચ્ચે રમાઇ જેમાં દોસ્તી ઇલેવન જરૂ ટીમ જીત થઇ હતી.
આ સાથે તારીખ ૨૦/૦૪/૨૦૨૫ના છેતાલીસમાં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ મોગલ ઇલેવન ભુજ અને રેહાન ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં રેહાન ઇલેવન ભુજ ની જીત થઇ હતી. બીજી મેચ કંચા ઇલેવન ભુજ અને રોલેક્ષ ઇલેવન વચ્ચે રમાઇ જેમાં કંચા ઇલેવન ભુજ ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ મીર ઇલેવન ભુજ અને એકતા બી ઇલેવન સુમરાસર વચ્ચે રમાઇ જેમાં એકતા બી ઇલેવન સુમરાસર વિજેતા થઇ હતી. ચોથી મેચ સુમરાસર એકતા A ઇલેવન અને BM 2 ઇલેવન વચ્ચે રમાઇ જેમાં BM 2 ઇલેવન ની જીત થઇ હતી. પાંચમી મેચ BM 1 ઇલેવન અને ચાણક્ય ઇલેવન ચંદિયા વચ્ચે રમાઇ જેમાં ચાણક્ય ઇલેવન ચંદિયા ટીમ વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ જય લીંબોજ ઇલેવન અને મોગલ ઇલેવન વચ્ચે રમાઇ જેમાં જય લીંબોજ ઇલેવન ટીમ ની જીત થઇ હતી. સાતમી મેચ હિના પાર્ક 3 ઇલેવન અને ભાઇજાન ઇલેવન વચ્ચે રમાઇ જેમાં ભાઇજાન ઇલેવન ટીમ ની જીત થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.આ મેચ
દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારેલ મહાનુભવોમાં કચ્છ પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાજી, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ તથા લોકસભા સંસદ સભ્ય વિનોદભાઇ ચાવડાજી સાથે સર્વ જયંતભાઇ માધાપરીયા, કેશવજીભાઇ રોસિયા, નિલેશભાઇ, મહા મંત્રી ભુજ તાલુકા અશોકભાઇ બરાડીયા, આણંદાભાઇ આહીર, માવજીભાઇ છાંગા, લખપત તાલુકા ભાજપ મંત્રી જયંતિ શેખાણી, લખપત અનુ.જાતિ મોરચા પ્રમુખ ખીમજીભાઇ, જયંતિભાંભી, દિનેશ રૂપાણી, કાંતિલાલ ગરવા, સંભુભાઇ આહીર, રણછોડભાઇ આહીર, હિરજીભાઇ આહીર, મનીષભાઇ બારોટ, પ્રકાશભાઇ ડગરા, રવિભાઇ ગરવા,નિલેષ ગોસ્વામી, અલ્પેશભાઇ પટેલ, નરેશભાઇ ચૌહાણ, કમલભાઇ ગઢવી, દીપકભાઇ ડાંગર, વિરમભાઇ આહીર, મોહનભાઇ ચાવડા તથા સર્વ નામી અનામી મહેમાનો સાથે જુરી કમિટીના સભ્યો વિગેરે હાજર રહ્યા હતા.



