ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છ અને મોરબીમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. કચ્છમાં ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા. કચ્છમાં 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે ત્યારે મોરબીમાં ગત રાત્રીના સમયે ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ છે. જો કે આ આંચકાનું કેન્દ્ર બિંદુ કચ્છના દૂધઇ નજીક હોવાનું અને તેની તીવ્રતા 4.7 હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીમાં ગત રાત્રીના 11:26 કલાકે ભૂકંપનો આચકો અનુભવાયો છે. અનેક ઘરોમાં અંદર ધણધણાટી અનુભવાય હતી. તો અનેક ઘરોમાં વાસણો ખખડી ઉઠ્યા હતા. બહુમાળી ઇમારતોમાં પણ આંચકાની અનુભૂતિ થઈ છે. આ અંગે રાજ્યના સિસ્મોલોજી વિભાગનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઇ (કચ્છ)થી 17 કિમી નોર્થ-નોર્થ-ઇસ્ટ તરફ છે. ભૂકંપની તીવ્રતા 4.7ની છે.