મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ત્રણ દરોડા પાડી અલગ અલગ જગ્યાએથી વોડકા, બિયર તેમજ દેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી લીધી હતી. જ્યારે માળીયા મિયાણા પોલીસે ખાખરેચી નજીકથી વિદેશી દારૂ અને બિયર સાથે બે શખ્સોને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે માળીયા ફાટક પાસેથી આરોપી સુજલ હરેશભાઇ વાઘેલા રહે.લાયન્સનગર, ધક્કાવાળા મેલડી માતાજીના મંદિર પાછળ તેમજ ચંદ્રેશ ભલાભાઈ ઝાલા રહે.વજેપરના નાકા પાસે મોરબી વાળાને એકટીવા મોટર સાયકલમાં ઓરેન્જ ફ્લેવર વોડકાની 4 બોટલ કિંમત રૂપિયા 1424 તેમજ એક્ટિવા કિંમત રૂપિયા 30 હજાર સહિત 31,424 સાથે ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં વીસીપરા ફાટક પાસેથી સંજય ચંદુભાઈ પરેસા રહે.સેન્ટમેરી સ્કૂલની બાજુમાં મફતિયાપરા વાળાને વોડકાની 6 બોટલ કિંમત રૂપિયા 2250 સાથે ઝડપી લીધો હતો. વધુમાં આરોપી સંજયે વોડકાની આ બોટલ આરોપી સુનિલ સવજી સોલંકી રહે.વીસીપરા વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે સુનીલને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
ત્રીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે શોભેશ્વર રોડ ઉપર આવેલ ડો.બાબા સાહેબ બોયઝ હોસ્ટેલ નજીકથી રેઢી પડેલી જીજે – 13 – સીડી – 4736 નંબરની પાંચ લાખની કિંમતની ઇકો કારમાંથી 300 લીટર દેશી દારૂ કબ્જે કરી ઇકો નંબરના આધારે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી કુલ રૂપિયા 5.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખાખરેચી ગામના પેટ્રોલપંપ પાસેથી આરોપી ઉમેશ ડુંગરભાઈ ચાવડા રહે.ખાખરેચી અને જયદીપ રવજીભાઈ ઝીંઝુવાડિયા રહે.જુના ઘાટીલા વાળાને ઝડપી લઈ બન્નેના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 600 તેમજ બિયર ટીન નંગ 5 કિંમત રૂપિયા 500 મળી કુલ 1100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.