વાંકાનેર : શહેર નજીક જંગલ વિસ્તારમાં આવેલ ગઢિયા ડુંગરમાં બિરાજમાન ગાત્રાળ માતાજીના સાનિધ્યમાં બિરાજમાન શ્રી ગઢિયા હનુમાનજી દાદાના મંદિરના ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શ્રી ગઢિયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા રજત જયંતી મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં દુર્ગમ એવા પ્રાકૃતિક વિસ્તારમાં ભૂદેવોએ મંત્રોચાર સાથે જંગલને પાવન બનાવી હનુમાનજી મંદિરના પાટોત્સવ પ્રસંગે અનેક શ્રદ્ધાળુ દંપતીઓ મારુતિ યજ્ઞમાં બેસી મનોકામના પૂર્તિ માટે આહુતિઓ હોમી હનુમાનજી મહારાજની કૃપા પ્રાપ્ત કરી હતી સાથે જ રાંદલ માતાજીના લોટા તેડવામાં આવ્યા હતા.
ગઢિયા ડુંગરમાં બિરાજમાન હનુમાનજી મંદિરના પાટોત્સવ પ્રસંગે અનેકવિધ પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા જેમાં હોમાત્મક મારુતિ યજ્ઞ સાથે રાંદલ માતાજીના લોટા તેડવામાં આવ્યા હતા સાથે સર્વ જીવોના રક્ષણ તથા કલ્યાણ માટે બીડું હોમાયું હતું. યજ્ઞ પૂર્ણ થયા બાદ મહાઆરતી મહાપ્રસાદ યોજાયો હતો. આ પાવન પ્રસંગે ગઢિયા હનુમાનજી મંદિરના પટાંગણમાં ચાલતી વિવિધ પ્રકારની સેવાઓ જેમાં ચબુતરો બનાવી નિયમિત પક્ષીઓને ચણ નાખવામાં આવે છે સ્વજનોની યાદમાં રામ વન બનાવાયું છે સાથે મંદિર જવા સુધીના ઉખડ બાઝડ રસ્તાને ટ્રેકટરની મદદથી સમાંતર બનાવ્યો છે ખાસ કરીને મંદિરના વિકાસ માટે બ્લડ ડોનેશન કેમ્પ , શિયાળામાં જરૂરિયાતમંદોને ગરમ કપડા તથા ધાબળા વિતરણ કરવામાં આવે છે આવી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે તમામ પ્રવૃતિઓ માટેના મુખ્ય દાતા પ્રદેશ ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર , પ્રગ્નેશભાઇ પટેલ , જયુભા ઝાલા , અલ્પેશભાઈ વડગાસિયા હંમેશા અગ્રેસર રહ્યા છે જેમા શૈલેષભાઈ ઠક્કર કાલે અભૂતપૂર્વ ધાર્મિક પ્રસંગના સાક્ષી બન્યા હતા. આમ મંદિરના વિકાસ માટે અનેક દાતાઓ તરફથી સહયોગ મળ્યો હતો સાથે જ રસ્તાઓ તથા અન્ય સેવાઓ માટે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલાનો ખૂબ જ મહત્વપૂર્ણ સહયોગ સાંપડ્યો છે.
ગઢિયા હનુમાનજી મંદિરના પાટોત્સવ પ્રસંગે પ્રાંત અધિકારી ડી.વી.સાકરિયા, મામલતદાર કે. વી. સાનિયા, શહેર પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ. એ.જાડેજા, પ્રદેશ ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા, વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ કલ્પેદુભાઈ મેહતા, અમરશીભાઈ મઢવી સહિતનાં ઉપસ્થિત રહી અશ્વમેધ યજ્ઞ સમાન પાટોત્સવના દર્શન કરી અભિભૂત થયા હતા. સમગ્ર રજત જયંતી મહોત્સવને સફળ બનાવવા શ્રી ગઢિયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા દિવસ રાત જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.




