મોરબી : જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકી ઘટનાએ 26 લોકોના ભોગ લીધા છે. ત્યારે આ ઘટનાને લઈને મોરબીમાં આર્યાવર્ત સ્કૂલ લક્ષ્મીનગર ખાતે આજે સાંજે 4:30 કલાકે ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા આયોજિત ભીમરાવ આંબેડકર સન્માન સભા કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. 20-4-2025 થી તા. 25-4-2025 દરમ્યાન સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિતે આજે તા. 23-4-2025ને બુધવારના રોજ સાંજે 4:30 કલાકે આર્યાવર્ત સ્કૂલ લક્ષ્મીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમને રદ જાહેર કરવામાં આવ્યો છે.