કાશ્મીરમાં પ્રવાસીઓ ઉપર આંતકી હુમલાને પગલે મોરબીથી ઉનાળુ વેકેશન બુકીંગ રદ
કાશ્મીરમાં અત્યાર સુધીમાં પ્રવાસીઓ ઉપર સૌથી મોટો આંતકી હુમલો કરવામાં આવ્યો છે.આ આંતકી હુમલામાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. તેથી આ આંતકી હુમલાથી દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. કાશ્મીરમાં પ્રવાસીઓ ઉપર આંતકી હુમલાને પગલે મોરબીથી ઉનાળુ વેકેશન બુકીંગ રદ કરવામાં આવ્યું છે.
કાશ્મીરના પહલગામમા હિન્દુઓ ઉપર થયેલા હુમલામા અનેક લોકોના મૃત્યુ થયા છે. આ પ્રવાસી ઉપર થયેલા હુમલામા અને ખાસ કરીને હિન્દુ છો એવુ પુછીને કરવામા આવેલા હુમલાના પગલે RAINBOW TRANSWORLD મોરબી વાળા જતીનભાઇ ફુલતરીયા દ્વારા આગામી તમામ ઉનાળા વેકેશનના કાશ્મીરના બુકીંગ લેવામા આવશે નહી.

