મોરબીના રવાપરમાં 26મીએ પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાશે
મોરબીના રવાપરમાં આવેલ વેલકમ પ્રાઇડ ક્રિષ્ના સ્કૂલની સામે આગામી તારીખ 26 એપ્રિલને શનિવારના રોજ પીઠડનું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામદેવપીરના જીવન ચરિત્રને સંગીતમય શૈલીમાં રજૂ કરવામાં આવશે. સર્વે ધર્મપ્રેમી જનતાને આ રામામંડળમાં પધારવા આયોજક કરમશીભાઈ છગનભાઇ કાસુન્દ્રા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
