વાંકાનેર : નાનપણથી દેશદાઝની ભાવનાને જીવનાં વણી લઇ દેશસેવા માટે પોતાનું જીવન વિતાવવાના ઉમદા આશય સાથે તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી તથા રાજ્યમાં પોલીસ વિભાગમાં જોડાયેલા અને હાલ વાંકાનેરના નાયબ પોલીસ જિલ્લા અધિક્ષક સમિર સારડાનો આજે જન્મદિવસ છે.તા. 25-4-1976ના રોજ જન્મેલા સમિર સારડા આજરોજ સફળ જીવનના 48 વર્ષ પૂર્ણ કરી 49માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે.
તાજેતરમાં વિવિધ કઠિન કામગીરીમાં કુનેહપૂર્વક ફરજ બજાવી અને પ્રજાલક્ષી કામગીરીમાં સફળ સાબિત થયેલાં ડીવાયએસપી સમીર સારડાને રાજ્યના પોલીસવડા અને ડીજીપી વિકાસ સહાયના હસ્તે ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા હતા. જેમાં ડીજીપી દ્વારા ડીજી સિલ્વર ડિસ્ક પદક તથા પ્રશંસાપત્ર એનાયત કરાયું હતું.
જામનગરમાં જન્મેલા સમિરભાઇ સારડાએ સત્યસાઇ હાઇસ્કૂલમાં ટિચર તરીકે ફરજ બજાવ્યા બાદ સરકારી શાળામાં શિક્ષત તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ પીએસઆઇની પરીક્ષામાં ઉર્તિણ થઇ કચ્છ-ભૂજ ખાતે પોલીસની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેઓ ગાંધીનગર જિલ્લાના કરાઇ ગુજરાત પોલીસ એકાડમી, કચ્છ-ભૂજ જિલ્લા, અમદાવાદ શહેર, જામનગર જિલ્લા, અમદાવાદ પશ્ર્ચિમ રેલવે, ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ અને રેલવે, અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી સહિતની જવાબદારીઓ સંભાળી બખૂબી ફરજ બજાવી ચૂકયા છે અને હાલમાં વાંકાનેરના ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
અનેક કામગીરી બદલ તેમને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે આવેલ બેટદ્વારકા ખાતે આવેલ મંદિરવાળા વિસ્તારોમાં અનઅધિકૃત બાંધકામોના દબાણ ડિમોલિશન કામગીરીમાં ડિમોલિશન કામગીરીના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી હતી તેમજ ડિમોલિશન વિસ્તારમાં રાજ્યના મુખ્યંત્રી, કેન્દ્રીય મંત્રી સહિતનાની મુલાકાત દરમિયાન તેમની સાથે રહી લાઇઝન અધિકારી તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના હર્ષદ, ભોગાત સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવાની ડિમોલિશન કામગીરી દરમિયાન પણ લાઇઝન અધિકારી તરીકેની કામગીરી અને પત્રકારો, મુખ્યમંત્રી, ગૃહમંત્રી તથા આઇજીપી, ડીજીપીની ડિમોલિશન વિસ્તારની મુલાકાત દરમિયાન તેમજ ડિમોલિશન કામગીરીમાં કોઇપણ પ્રકારના અનિચ્છનિય બનાવ વિના પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
કોરોનાકાળ બાદ જન્માષ્ટમી તથા હોળી-ધૂળેટીના તહેવારમાં ભક્તોની ભીડને પહોંચી વળવા માટે સુનિયોજિત આયોજન કર્યા હતાં. હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન એક સપ્તાહમાં દશેક લાખ જેટલા ભક્તો તેમજ પદયાત્રીઓ માટે ફૂલડોલ ઉત્સવ દર્શનમાં પણ સુવ્યવસ્થિત આયોજન પાર પાડયું હતું. તેમજ છપ્પનસીડી ઉપર ધક્કામુક્કી કે અકસ્માત ન થાય તે રીતની કામગીરી સાથે ચુસ્ત બંદોબસ્ત અને સમગ્ર કામગીરી અંગે રાજકોટ વિભાગ પોલીસ મહાનિરિક્ષક દ્વારા પણ તેમની પ્રશંસાપત્ર પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોનાકાળમાં લાંબો સમય મંદિર બંધ રહ્યા બાદ વ્રતવાળી પૂનમના દિવસે એક જ દિવસમાં 1 લાખથી વધુ ભક્તોને દ્વારકાધિશ મંદિરમાં દર્શન કરાવવાની કામગીરીમાં પ્રશંસનિય ફરજ બજાવી હતી. તેમજ દરમાસની પૂનમના દિવસે પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતાં હોય, ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવે છે. દ્વારકા મંદિર સુરક્ષા દ્વારકા કચેરીનું મહેકમ મંજૂર કરવામાં આવતાં નાયબ પોલીસ અધિક્ષકની કચેરી કાર્યરત કરવા, બિલ્ડીંગ બનાવવા તથા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓના રહેણાંક કવાર્ટર બનાવવા માટે રેવન્યુ વિભાગ સાથે સંકલન કરી રહેણાંક/બિનરહેણાંક બિલ્ડીંગ માટે જમીનની શોધખોળ કરી દરખાસ્ત તૈયાર કરી ખૂબ જ ટૂંકાગાળામાં કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારકા કચેરી સાથે સંકલન કરી જમીન મેળવી તેમની કબજા પાવતિ મેળવી કબજો સંભાળવા અંગે કાર્યવાહી કરી છે તથા મંદિર સુરક્ષા કામગીરી બદલ પણ દ્વારકા પોલીસ વડા દ્વારા પ્રસંશાપત્ર અપાયું છે.
ગુજરાત તથા બહારના રાજ્યના હાઇકોર્ટના જસ્ટિસ, રાજ્યના ચીફ જસ્ટિસ, પોલીસ મહાનિર્દેશક અને રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારી, રાષ્ટ્રપતિ રાજ્યના રાજ્યપાલ, અન્ય રાજ્યના ઉપમુખ્યમંત્રી તેમજ રાજ્યના તથા અન્ય રાજ્યના મંત્રીઓ સહિતના મહાનુભાવોની દ્વારકાધીશ મંદિરની મુલાકાત દરમિયાન પ્રોટોકોલ મુજબના બંદોબસ્ત જાળવવાની સાથે દ્વારકાધીશ મંદિરના સુંદર રીતે દર્શન કરાવવા અને મંદિરનું ઐતિહાસિક મહત્વ સમજાવવાની સુંદર કામગીરી પણ કરી છે. હજારોની સંખ્યામાં આર્યસમાજની ધ્વજામાં આવેલ શ્રધ્ધાળુઓને ટૂંકાગાળામાં દર્શન કરાવવાની કામગીરી યોગ્ય રીતે કરી તેમજ રાહુલ ગાંધીની દ્વારકાધીશ મંદિર વિઝિટ દરમિયાન તેમની ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષાને ધ્યાને લઇ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.
એસટીએસસી સેલની નાયબ પોલીસ અધિક્ષકની કામગીરી ઉપરાંત લેન્ડ ગ્રેબિંગના ગુનાઓની તપાસ કામગીરી કરી સમય મર્યાદામાં તપાસ પૂર્ણ કરી આરોપીઓની અટક કરી હતી. તેમજ નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન દ્વારકા, ઓખા, મીઠાપુર તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાણવડ વિસ્તારની જવાબદારી સોંપાતા સંવેદનશિલ ગામોની વિઝિટ કરી ચૂંટણીના દિવસે સતત પેટ્રોલિંગ રાખી મંથન પ્રક્રિયા તેમજ મતગણતરી બંદોબસ્તના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી વિશિષ્ટ કામગીરી કરી હતી. આ ઉપરાંત કોરોનાકાળમાં દ્વારકા જિલ્લાની હોસ્પિટલમાં સમયસર ઓક્સિજન મળી રહે અને તે બાબતે કોઇપણ જાતની કાળાબજાર ન થાય તે માટે ઓક્સિજન સપ્લાય સુરક્ષા નોડલ ઓફિસર તરીકે પણ સુંદર કામગીરી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના મહાનુભાવોની દ્વારકા મંદિર મુલાકાત દરમિયાન સમગ્ર કાર્યક્રમ સુચારૂરૂપે પાર પાડયા હતાં.
સરળ અને મિલનસાર સ્વભાવ ધરાવતાં સમિરભાઇ સારડાને આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી છે. તેમના મો. 98250 76277 છે.
