Tuesday, July 29, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiજ્યાં સુધી ફસાયેલા નાણાં પરત ન મળે ત્યાં સુધી કોલ સપ્લાય નહિ...

જ્યાં સુધી ફસાયેલા નાણાં પરત ન મળે ત્યાં સુધી કોલ સપ્લાય નહિ કરે તેવો નિર્ણય જાહેર

ઉદ્યોગોને પડતી સમસ્યાઓને લઈને મોરબી કોલ એસોસીએસનની મીટીંગ યોજાઈ

ગઇકાલ તા.૨૫ એપ્રિલને શુક્રવારના રોજ કોલ એસોસીએસન મોરબીની મિટિંગ મળી હતી. જેમા ઉદ્યોગોને પડતી સમસ્યાઓ અને આગામી આવનારા પડકારોને ધ્યાનમા લઈને વિવિધ મુદ્દાઓ સાથેની ચર્ચા કરવામા આવી જેવી કે વધુ પડતી ઉધારી તથા પૈસા ખોટા થવાનુ પ્રમાણ હાલમા વધી ગયેલ હોવાથી કોલ ઉદ્યોગ ટકી રહે તે માટે સર્વાનુમતે નિર્ણયો લેવામા આવ્યા હતા.

લાંબા સમયથી ચાલતી આવતી ઉધારીના પૈસાનો આપતા હોઈ એવી ઇન્ડસ્ટ્રીઝમા કોઈ પણ કોલ સપ્લાયર્સ માલ નાખશે નહિ જ્યાં સુધી ફસાયેલા નાણાં પરત નહિ આપે ત્યાં સુધી કોઈ પણ કોલ સપ્લાય નહિ કરે અને જે લોકો કોલ ઇન્ડસ્ટ્રીઝના નાણા પરત અપાતા નથી તેવા ટ્રેડર્સ તથા ઉદ્યોગકારોના નામ ફ્રોડ લિસ્ટમાં મુકવામાં આવશે.આ સિવાય કોલ ઇન્ડસ્ટ્રીઝ ટકી રહે તે માટેના અનેક નિર્ણયો પણ લેવામા આવ્યા હતા. આ નિર્ણય કોલ એસોસીએસનના તમામ સદસ્યોએ સર્વાનુમતે લીધે હતા.

આ બેઠકમાં મોરબી કોલ એસોસિયેશન ના પ્રમુખ જીગ્નેશભાઈ કૈલા અને ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ સહિત કોલ એસોસિયેશન ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments