Tuesday, April 29, 2025
No menu items!
Google search engine
HomeNewsવાંકાનેરના DySPએ અનાથ બાળકો પાસે કેક કપાવીને જન્મદિવસ ઉજવ્યો

વાંકાનેરના DySPએ અનાથ બાળકો પાસે કેક કપાવીને જન્મદિવસ ઉજવ્યો

પોલીસ વિભાગના ક્લાસ વન અધિકારી અને વાંકાનેર ડિવિઝન ના DySP સમીર સારડા એ પોતાના જન્મ દિવસે સહપરિવાર લતીપુર રોડ ઉપર આવેલ વાત્સલ્ય અનાથ આશ્રમના વીસેક જેટલા બાળકોને લજાઈ પાસેની ધરતીધન હોટલમાં બોલાવી એમણે સાંજથી અલગ અલગ રમતો રમાડી તેમજ ડાન્સ કરાવી ને પોતાં સ્ટાફ સહિત સપરિવાર આશ્રમના બાળકો પાસે કેક કપાવી નાસ્તો કરાવી ભગવાન દ્વારકાધીશના રાસના તાલે ગરબે ઘૂમી બાળકોને મોજ કરાવી હતી.

વીસેક જેટલા બાળકોને સાંજથી બોલાવીને ત્યાં લપસીયા, હીંચકા અને બીજા સાધનોથી ત્યા રમાડ્યા, પછી અલગ અલગ ગેમ્સ રમાડી, પછી ડાન્સ કર્યો, ટ્રેડિશનલ બેઠડી રમાડી, બે બાળકીઓએ રાજસ્થાની નૃત્ય કર્યું. અચ્છા ટેબલ ઉપર બાળકો સાથે કેક કાપી એની સાથે જ ચમચીઓ મૂકીને ટેબલ ઉપર જ કેક ની જયાફત ઉડાવી અને કેક પૂરી કરી નાખી. બાળકોને ઢોસા ખાવા હતા એટલે એ અને બીજું બધું જમાડ્યું.

વાંકાનેરમાં કાયદાના વિરોધી તત્વોને પાઠ ભણાવી કેટલાય અણઉકેલ ગુનાઓને ઉકેલી પ્રજામાં પોલીસ રક્ષક છે મિત્ર છે તેવી ભાવના પણ જગાડી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments