Tuesday, April 29, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદના પલાસણ ગામે ખુનના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી હળવદ...

હળવદના પલાસણ ગામે ખુનના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી હળવદ પોલીસ

હળવદ : હળવદના પલાસણમાં આધેડની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરનાર આરોપીને પોલીસે પકડી લઈ તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના પલાસણ ગામની સીમમાં તરશીભાઈ નાગજીભાઈ વિઠલાપરા ઉ.વ.45 રહે.પલાસણની કોઈ કારણોસર ઝાલાભાઈ રામાભાઈ મુધવા ઉ.વ.47 રહે. પલાસણવાળાએ માથાના ભાગે પથ્થરના ઘા મારીને હત્યા નિપજાવી હતી. પોલીસે આ આરોપીને ઝડપી લઈ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં પીઆઈ આર.ટી.વ્યાસ, ડી.વી.કાનાણી, એ.એસ.આઈ. રમેશભાઈ ગોહિલ, અજીતસિંહ સીસોદીયા, પો.હેડ કોન્સ. દિનેશભાઈ હનાભાઈ, લાલભા રઘુભા, પો.કોન્સ. વનરાજસિંહ માવુભા, સાગરભાઈ કુરીયા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ, વનરાજભાઈ કાનાભાઈ, સંજયભાઈ મનજીભાઈ, ભાગ્યદીપસિંહ વિક્રમસિંહ, હિતેશભાઈ મહાદેવભાઇ, સુરેશભાઈ પ્રતાપભાઈ રોકાયેલ હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments