મધ્યપ્રદેશમાં ફરિયાદ નોંધાયા બાદ વાંકાનેર પોલીસે તપાસ શરૂ કરી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ ક૨તા મધ્યપ્રદેશના શ્રમિક દંપતીનો ઝઘડો છેક મધ્યપ્રદેશ પોલીસ મથકે પહોંચ્યા બાદ પતિએ પત્ની અન્ય કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતી હોય શંકા રાખી માર મારવાના બનાવમાં જીરો નંબરથી પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ઢુંવા નજીક આવેલ સંસ્કાર ટાઇલ્સ ફેકટરીમા કામ ક૨તા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની નિરુબેન રાજેશભાઈ અમલિયારને તેણીના પતિ રાજેશ મકનાભાઈ અમલિયારે ગત તા.14 એપ્રિલના રોજ કોઈ અન્ય સાથે વાત કરતી હોવાની શંકા રાખી ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે મધ્યપ્રદેશ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે જીરો નંબરથી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.