વાંકાનેર : શહેરની ભાગોળે આવેલ ભાટિયા સોસાયટી ખાતે બિરાજમાન અતિપૌરાણિક શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તો દ્વારા શ્રી શિવ પુરાણ કથાનું આયોજન કરાયું છે. જેમા આજે વાંકાનેર રાજવી અને રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલા પધાર્યા હતા જ્યાં આયોજકો દ્વારા રાજવીનું ફૂલહાર તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ જ્યારે સાંસદ ઝાલાએ પોથીજીના દર્શન કરી શાસ્ત્રીજીનું સન્માન કરેલ. આ તકે સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ ભરતભાઈ ઓઝા, પ્રવિણભાઇ પંડ્યા, અમરશીભાઈ મઢવી , દુષ્યંત ઠાકર સહિતના બ્રહ્મ અગ્રણીઓએ શાસ્ત્રીજી તથા સાંસદ ઝાલાનું સન્માન કરેલ. આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ ચતુરભાઈ મકવાણા , પૂર્ણ પ્રમુખ રતિલાલ અણિયારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
