વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર મહિકા ગામના પાટિયા પાસે જીજે -01 – ડીયુ – 1597 નંબરના આઇસર ચાલક વિપુલ સરવણભાઈ રાઠોડ રહે.જસદણવાળાએ ગત તા.14 એપ્રિલના રોજ પોતાનું આઇસર ગફલત ભરી રીતે ચલાવી આગળ જતા જીજે – 12 -બીવાય – 9047 નંબરના ટેન્કર પાછળ ઘુસાડી દઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમા વિપુલભાઈને ઈજા પહોંચતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.