મોરબી : મોરબીના જુના બસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસે મળેલો મોબાઈલ મૂળ માલીકને પરત કરીને પોલીસ પ્રજાની મિત્ર હોવાનું સાબિત કર્યું છે. મોરબીમાં સિરામિકની ખરીદી કરવા આવેલા એક વ્યક્તિનો મોબાઈલ રિક્ષામાંથી ક્યાંક પડી ગયો હતો. આ મોબાઈલ જુના બસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈને મળતા તેમણે આ મોબાઈલ મૂળ માલીકને પરત કર્યો હતો. જેથી મોબાઈલના માલીકે પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
