300 કિલોગ્રામ વજનનું રીએક્ટર ચોરી થતા ફરિયાદ નોંધાઇ
વાંકાનેર : વાંકાનેર શહેરના ધમલપર નજીક આવેલ જેટકોના સબસ્ટેશનની કેપેસીટર બેન્કમાંથી 300 કિલોગ્રામ વજનનું ભારેખમ રીએક્ટર કોઈ અજાણ્યા તસ્કરો ચોરી જતા રૂપિયા 50 હજારની કિંમતનું રીએક્ટર ચોરાઈ જવા મામલે જેટકોના નાયબ ઈજનેરે ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ધમલપર નજીક આવેલ જેટકોના 220 કિલોવોટ સબસ્ટેશનમાં નાયબ ઈજનેર તરીકે નોકરી કરતા ફરિયાદી નિકુંજભાઈ ભવાનભાઈ રામાણીએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં સબ સ્ટેશનની કેપેસીટર બેન્કમાંથી રૂપિયા 50 હજારની કિંમતનું 300 કિલો વજનનું રીએક્ટર ગત તા.28 ફેબ્રુઆરથી આજદિન સુધીમાં ચોરાઈ જવા અંગે ફરિયાદ નોંધાવી હતી.