વાંકાનેર : વાંકાનેર ટાઉન હોલ ખાતે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં જમ્મુ કાશ્મીર પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલાં હુમલામાં નિર્દોષ હિન્દુઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, સંતો મહંતો, વેપારી એસોસિએશન સહિત બહોળી સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત રહી દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.


