મોરબી : આતંકી હુમલાને પગલે ગુજરાત સરકાર પણ એલર્ટ બની છે. રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી પોલીસ દ્વારા પણ બાંગ્લાદેશીઓને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં પોલીસ દ્વારા છેલ્લા બે દિવસમાં હજારોની સંખ્યામાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને પકડી પરત મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ અને એસઓજીની ટિમ દ્વારા પણ ગ્રીન ચોક પાસે આવેલ સોની બજારમાં ગત રાત્રીના સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.
પોલીસ દ્વારા સોની કામ ક૨તા બંગાળી કારીગરોની પૂછપરછ કરવામાં આવી હતી. ઉપરાંત તેઓના આઈડી તપાસવામાં આવ્યા હતા. આમ મોરબીમાં પણ ગેરકાયદેસર રીતે જો કોઈ બાંગ્લાદેશી રહેતા હશે તો તેને પકડી પરત મોકલવામાં આવશે.

