વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર મોટો સિરામિક નજીક એમપી – 37 – ઝેડઈ – 6412 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મૂળ બિહારના વતની અને હાલમાં નીચી માંડલ ગામે કયું સેવન સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા જગદીશભાઈ સહદેવભાઈ ઋષીને જીજે – 39 – ટી – 1603 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના પત્ની સંજુબેનની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.