સરકારી ખરાબાની જગ્યા ઉપર કરેલા દબાણનું ટીપી શાખા દ્વારા ડીમોલેશન
મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 8 જેટલા મકાનોના દબાણ ઉપર જેસીબી ચલાવવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી મહાપાલિકાની ટીપી શાખા દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ ઉપર સવારથી ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. અહીં 8 જેટલા મકાનો તોડવાની કાર્યવાહી હાલ ચાલુ છે. આ મામલે ટીપી શાખાના અધિકારી શુભમ પટેલે જણાવ્યું કે આ મકાનો સરકારી ખરાબાની જગ્યા ઉપર હતા. આસામીઓને 15 ફેબ્રુઆરીએ પ્રથમ નોટિસ અપાઈ હતી. ત્યારબાદ 15 માર્ચે તોડવા માટેની નોટિસ અપાઈ હતી. બાદમાં 11 એપ્રિલે સુનાવણી માટે બોલાવાયા હતા. ત્યારબાદ આજે ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
