મોરબી : નવું મહેન્દ્રનગર પાસેથી 5 વર્ષની વાલી વારસ વગરની બાળકી મળી આવી હતી. આ બાળકીનું SHE ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન 27 એપ્રિલના રોજ સવારના સમયે આ બાળકી મળી આવી હતી. જેથી પોલીસે તેના વાલી વારસની શોધખોળ કરતાં મળી આવ્યા ન હતા. જેથી પોલીસે બાળકીને પોલીસ સ્ટેશને લાવીને તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી હતી. ખૂબ જ ટૂંકા સમયમાં મહેન્દ્રનગર પાસે આવેલા હનુમંત એપાર્ટમેન્ટમાં વોચમેનનું કામ કરતાં મનોજભાઈ બલબીરભાઈ થાપાની આ દીકરી હોય ખાતરી કરીને બાળકીને વાલીને સોંપવામાં આવી હતી. આ તકે માતા-પિતાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
