મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે દમયંતીબેન નિરંજનીની વરણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ દ્વારા મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી દમયંતીબેન નિરંજનીને સોંપવામાં આવી છે. સાથે જ મહિલા કોંગ્રેસના સંગઠનનો વ્યાપ વધારી પક્ષને મજબૂત કરવા મહત્વનું યોગદાન આપશો અને કોંગ્રેસની વિચારધારાને જન જન સુધી પહોંચાડી ગુજરાતમાં મહિલા સદસ્યતા અભિયાનને વધુમાં વધુ આગળ વધારશો અને મહિલા સંગઠનને મજબૂત બનાવશો તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
