Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી પોલીસની 53 ટીમોએ ઠેક-ઠેકાણે ચેકીંગ હાથ ધર્યું, 10 બાંગ્લાદેશીઓને ડિટેઈન કર્યા

મોરબી પોલીસની 53 ટીમોએ ઠેક-ઠેકાણે ચેકીંગ હાથ ધર્યું, 10 બાંગ્લાદેશીઓને ડિટેઈન કર્યા

મોરબી જિલ્લામાં ગત તા.ર૮ના રોજ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુષણખોરી કરી વસવાટ કરતા લોકો બાબતે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતુ. જે ડ્રાઈવ દરમિયાન મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે.ની-પ, મોરબી સીટી બી ડિવીઝન પો.સ્ટે.ની-૪, મોરબી તાલુકા પો. સ્ટે.ની-૧પ તથા માળીયા મિયાણા પો.સ્ટે.ની-૩ તેમજ વાંકાનેર સીટી ડિવીઝન પો.સ્ટે.ની-૦પ, વાંકાનેર તાલુકા પો.સ્ટે.ની-૧૧, હળવદ પો.સ્ટે.ની-૦૪ તથા ટંકારા પો.સ્ટે.ની-૦૪ એમ કુલ-૫૩ ટીમો બનાવી મોરબી સોની બજાર, હોટલ, સ્પા તેમજ મજુર વસાહતોમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું

જે ચેકીંગ દરમ્યાન કુલ-૧૫૦૦ જેટલા ઈસમો, હોટલ ચેક-૭૦ જેટલી હોટલ, ધાબા ચેક-૨૪, સ્પા ચેક-૪૮, ગેસ્ટ હાઉસ ચેક-૧૩, ફાર્મહાઉસ ચેક-૦૯, મદ્રેશા/દરગાહ/ધર્મશાળા ચેક-ર૪, તેમજ ઉદ્યોગીક કંપનીના મજુરો ચેક-300 જેટલા, મજુર વસાહત ચેક -૩૫, શૈક્ષણીક સંકુલ-૩ વિગેરે ચેક કરવામાં આવેલ હતા. ચેકીંગ દરમિયાન ઈસમોના ડોક્યુમેન્ટ તથા જરૂરી આધાર પુરાવા વેરીફાઈ કરવા માટે ર૭ જેટલા બી રોલ ભરવામાં આવેલ છે તેમજ શંકાસ્પદ ઇસમોના આધાર પુરાવાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે. તેમજ આ ડ્રાઈવની કાર્યવાહી આગળના દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

આમ, મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબી જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ-૧૦ જેટલા બાંગ્લાદેશી નાગરીકોને ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુષણખોરી કરી વસવાટ કરતા લોકો બાબતે કોઈ માહિતી હોય, તો મોરબી પોલીસ કંટ્રોલરૂમ નં-૭૪૩૩૯ ૭૫૯૪૩ અથવા એસ.ઓ.જી. કચેરીના મો.નં-૭૦૯૬૨ ૬૩૯૯૯ ઉપર સંપર્ક કરી જાણ ક૨વા યાદીમાં જણાવાયુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments