મોરબી : ખાખરાળા ગામ ખાતે આવેલ શ્રી ખાખરાળા તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતાં તા. 2-5-2025ને શુક્રવારના રોજ સવારે 8 કલાકે શતાબ્દી મહોત્સવ ગુરુ વંદના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મહામંડલેશ્વર 1008 શ્રી પરમ પૂજ્ય માં કંકેશ્વરીદેવીજી (ખોખરા હનુમાન મંદિર-બેલા), પરમ પૂજ્ય શ્રી ભાણદેવજી મહારાજ (શાંતિનિકેતન આશ્રમ જોધપુર (નદી)) અને પરમ પૂજ્ય મહંત શ્રી દામજી ભગત (નકલંક મંદિર, બગથળા)ની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. બપોરના 11 કલાકે ખાખરાળા તાલુકા શાળા ગ્રાઉન્ડ ખાખરાળા ખાતે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
