કચ્છ લોકસભા આયોજીત અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજના સહયોગથી સાંસદ સમરસ (સર્વ જ્ઞાતિય) સમુહ લગ્ન મહોત્સવ – ૨૦૨૫નું ભવ્ય આયોજન તારીખ ૨૫/૦૫/૨૦૨૫ને રવિવારના યક્ષ મંદિરની સામે ગ્રાઉન્ડ – માધાપર મધ્યે આયોજન કરવામાં આવેલ છે. જે સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર વાલીઓને પુરતુ માર્ગદર્શન મળે અને તેઓ પોતાના વ્હાલસોયા બાળકોના લગ્ન ધામધુમથી ઉજવાય તેવી આંતર દ્રષ્ટિથી તેઓને ફોર્મ ભરવા નોંધાવવા આજે કાર્યલયનું શુભ પ્રારંભ કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદના વરદ હસ્તે તથા સાંસદ વિનોદભાઇ ચાવડા તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, લાખો રૂપિયા ખર્ચવા અને આવેલ મહેમાનોના સત્કાર સુવિધા માટે ખુબજ તકલીફ અનુભવતા મધ્યમ અને સામાન્ય વર્ગના માનવીઓના દરેક પ્રશ્નોનું હલ સમુહ લગ્નોત્સવમાં છે. માટે જ અમે ૨૫૧ જેટલી દીકરીઓના ઉમંગ – કોડ પુરા કરવા અને સર્વ જ્ઞાતિય સમરસ લગ્નોત્સવ નું આયોજન કરેલ છે. જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આયોજીત આ સમુહ લગ્નોત્સવ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આપણી દીકરીઓ માટેની સંવેદના તેમના કોડ પુરવાનો અદ્દભ્ય ઇચ્છામાંથી પ્રેરણા લઇ આયોજન છે. સર્વે જ્ઞાતિજનોને સાથે જોડવા અપીલ કરી હતી.
કાર્યાલયનું ઉદ્દઘાટન કરતાં કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદે સાંસદ તથા તેમના તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તથા શુભેચ્છકો, મિત્ર વર્તુળ, કાર્યકર્તાઓ ને બિરદાવતા જણાવ્યુ હતું કે, સમુહ લગ્નોત્સવ એ ભગીરથ કાર્ય છે. આપણે સૌ સાથે મળી તેને ચોક્કસ પણે દાખલારૂપ ઉજવશુ.
આ પ્રસંગે જેટલા પણ લગ્ન નોંધાય તેમાં દરેક દીકરીને સોનાની નાકની સરી માવજીભાઇ ગુસાઇ તરફથી અને પગના ચાંદીના સાકડા દિનેશભાઇ ઠક્કર, સમર્પણ મહિલા મંડળ તરફથીમાં માટલું તેમજ દીકરીઓને પાનેતર વિનોદભાઇ સોલંકી તરફથી સ્થળ ઉપર જ નોંધાવેલ છે. વ્હાલ સોયી દીકરીઓને કન્યાદાન – કરીયાવર અને સુખમય લગ્નજીવનના સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ આશિષ પાઠવ્યા હતા.
કાર્યાલય ઉદ્દઘાટન પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડા, કચ્છ જીલ્લા પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદ, જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી કેસુભાઇ પટેલ, રશ્મિબેન સોલંકી, દિલીપભાઇ શાહ, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, રાહુલભાઇ ગોર, વિનોદભાઇ વરસાણી, ડો.મુકેશ ચંદે, પ્રફુલસિંહ જાડેજા, પારૂલબેન કારા, પચાણભાઇ સંજોટ, મીતભાઈ ઠક્કર, કેતનભાઇ ગોર, રાહુલભાઇ શાહ, હિતેશભાઇ ખંડોલ, ભીમજીભાઇ જોધાણી, જયંત ઠક્કર, દિનેશભાઇ ઠક્કર, માવજીભાઇ ગુસાઇ, આમદભાઇ જત, બાલકૃષ્ણ મોતા, અશોકભાઇ હાથી, વિશાલ ઠક્કર, શીતલભાઇ શાહ, હિરેન રાઠોડ, દેવરાજભાઇ ગઢવી, મયુરસિંહ જાડેજા, મોહનભાઇ ચાવડા, દીપક ડાંગર, અનવરભાઇ નોડે, રેશ્માબેન ઝવેરી, મનીષાબેન સોલંકી, હસ્મિતાબેન ગોર, બિંદિયાબેન ઠક્કર વિગેરે હાજર રહ્યા હતા.






