મોરબી : મોરબી શહેરમાં જુગારના અલગ અલગ ત્રણ દરોડામાં એ ડીવીઝન પોલીસે ગાંધીચોકમાં નોટ નંબરી તેમજ માર્કેટિંગ યાર્ડ અને રેલવે કોલોનીમાં તીનપતિનો જુગાર રમી રહેલા સાત આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા જેમાં રેલવે કોલોનીમાં દરોડા દરમિયાન એક આરોપી પોલીસને જોઈ નાસી ગયો હતો.
પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે ગાંધી ચોકમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી હુસેન મહમદભાઈ ભટ્ટી, સુલતાન દિલાવરભાઈ મોવર અને આરોપી આસિફ યુસુફભાઈ કચ્છી નામના શખ્સોને ચલણીનોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 7,690 કબજે કર્યા હતા.
બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે મોરબી યાર્ડમાં શાક માર્કેટ વિભાગમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા આરોપી નરોત્તમ રિશાલસિંગ રાજપૂત અને વિવેક રાજેન્દ્રભાઇ કશ્યપ રહે.બન્ને માર્કેટિંગ યાર્ડ વાળાઓને રોકડા રૂપિયા 4,600 સાથે ઝડપી લીધા હતા.
જ્યારે ત્રીજા દરોડામાં રેલવે કોલોનીમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ગોપાલ બાબુભાઇ રાવા અને કિશન રામજીભાઈ ગરિયાને રોકડા રૂપિયા 12,800 સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન આરોપી કાનો ભુપતભાઇ ઠુંગા નાસી જતા પોલીસે ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધી નાસી ગયેલા કાનાને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હતી.