પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી મુળુભાઈ બેરા અને મંત્રી રાઘવજીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે
મોરબી : મોરબી તાલુકાના અમરાપર (ના.) ખાતે તા. 3-5-2025 ને શનિવારના રોજ સમગ્ર જીલરીયા પરિવાર દ્વારા શ્રી મોમાઈ માતાજીના મંદિરનો 15માં ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહનું આયોજન સૂરત સ્થિત આહીર અગ્રણી વરજાંગભાઈ જીલરીયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
તા. 3-5-2025 ને શનિવારના રોજ સવારે નવચંડી યજ્ઞ, પૂજ્ય શંકરાચાર્યજીના આશિર્વચન બાદ બપોરે મહાપ્રસાદ યોજાશે. તેમજ રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં ગોવિંદભાઈ પાલિયા, હિતેષગીરી ગોસ્વામી, લાખાભાઈ કુંભરવાડીયા તથા રાજુભાઈ આહીર ભજન તથા લોકસાહિત્ય પીરસશે.
આ આયોજનમાં શારદાપીઠાધિશ્વર, જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીનું વિશેષ સાન્નિધ્ય મળશે. તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી મુળુભાઈ બેરા, મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, ભગવાનભાઈ બારડ, હેમંતભાઈ હરદાસભાઈ તથા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, નાફેડ ડાયરેકટર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, કૃભકો ડાયરેક્ટર મગનભાઈ વડાવીયા, અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા જાડેજા સાથે સાથે કલેક્ટર, ડીડીઓ, એસપી ખાસ ઉપસ્થિત રહેશે.
આ 15માં પાટોત્સવ સમારોહમાં પધારવા, મોમાઈ માતાજીના દર્શન કરવા, પૂજ્ય શંકરાચાર્યજીના આશીર્વચન શ્રવણ કરવા અને મહાપ્રસાદનો લાભ લેવા પધારવા, સમગ્ર જીલરીયા પરિવાર તથા મુખ્ય આયોજક વરજાંગભાઈ જીલરીયા દ્વારા ભાવભર્યું આમંત્રણ
છે



