મોરબીના વાવડી રોડ ઉપર કારમાં આગ ભડકી ઉઠી
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક નજીક આજે બપોરે પસાર થઈ રહેલી એક કારમાં અચાનક કોઈ કારણોસર આગ ભડકી ઉઠી હતી અને જોતજોતામાં કાર ભડભડ સળગવા લાગી હતી. વાવડી રોડ ઉપર આગ લાગતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગ્રેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગને બુઝાવી નાખી હતી. સદનસીબે આ આગની ઘટનામાં જાનહાની થઈ નથી.
