Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી નવયુગ વિદ્યાલયમાં 'સિતારે નવયુગ-2025' નું ધમાકેદાર આયોજન

મોરબી નવયુગ વિદ્યાલયમાં ‘સિતારે નવયુગ-2025’ નું ધમાકેદાર આયોજન

મોરબી: નવયુગ વિદ્યાલય મોરબીમાં વાર્ષિકોત્સવ- સાંસ્કૃતિક કાર્યક્રમ “સિતારે નવયુગ:2025”  ધમાકેદાર રીતે ઉજવાયો. જેમાં KG થી ધોરણ 12 માં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ HSC અને SSC બોર્ડમાં પોતાના વિષયમાં 100 ટકા પરિણામ લાવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અલગ અલગ થીમની ધમાકેદાર કૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં સોમનાથના ઇતિહાસની  કૃતિએ તમામ  શ્રોતાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમના અંતમાં કાશ્મીરના પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ કાર્યક્રમમાં નામાંકિત હાસ્ય કલાકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હળવા હાસ્ય સાથે વાલીઓને પેરેન્ટિગ ટિપ્સ આપી હતી.તેમજ ડૉ. ગુણવંતભાઈ આરદેશના, શૈલેષભાઇ દેત્રોજા, હિમાંશુભાઈ કુંડારીયા, હરેશ ભાઈ બોપલિયા, જિલેષભાઇ કાલરીયા, નિલેશભાઈ કુંડારીયા, હર્ષદભાઈ કાવર, ડૉ વૈશાલી વડનગરા, ડૉ. મયુર સદાતિયા, ડૉ. વિશાલ રાજપરા, ડૉ. દીપ્તિ કાંજીયા, ડૉ. મેહુલ પનારા, મહેશભાઈ ભોરણીયા ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ પી. ડી. કાંજીયા સાહેબ તથા રંજનબેન કાંજીયા તેમજ બળદેવભાઈ સરસવાડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.નવયુગના મૅનેજિંગ ડિરેક્ટર નિલેશભાઈ અધારા, સંતોકીસાહેબ , પરેશભાઈ, હસમુખભાઈ, મનોજભાઈ તથા કોરિયોગ્રાફર ભાસ્કરભાઈ તેમજ તમામ સ્ટાફમિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments