વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાતીદેવડી ગામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ભુપત વાલજીભાઈ મદરેસણીયા, પંકજ રમેશભાઈ સોલંકી તેમજ આરોપી કૈલાસ પ્રવીણભાઈ વોરા નામના શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.