મોરબી : માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામ નજીક હાઇવે ઉપરથી પોલીસે બાતમીને આધારે કારમાં દેશી દારૂનો જથ્થો ભરીને નીકળેલા બે શખ્સોને દોઢસો લીટર દેશી દારૂ તેમજ 3 લાખની કિંમતની કાર સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સરવડ ગામ નજીક હાઇવે ઉપર બાતમીને આધારે વોચ ગોઠવી શંકાસ્પદ રીતે પસાર થતી જીજે – 36 – એસી – 9198 નંબરની સ્વીફ્ટ કારને અટકાવી તલાશી લેતા કારમાં સવાર આરોપી તાજમામદ ઉર્ફે તાજું કરીમભાઈ સંધવાણી અને અનવર હુસેનભાઈ ખોડ રહે.બન્ને માળીયા મિયાણા વાળાના કબ્જામાંથી 150 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 30 હજાર મળી આવતા રૂ.3 લાખની કાર સહિત રૂ.3.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની પૂછતાછમા આરોપી અલી ગુલમામદ સંઘવાણી રહે.નવાગામ વાળાનું નામ ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.