મોરબી શહેર અને માળીયા મિયાણા શહેરમાં પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડા પાડી વિદેશી દારૂની 10 બોટલ કબ્જે કરી હતી. જો કે, મોરબીમાં દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.
પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિદ્યુતનગર મફતિયાપરામાં રહેતા આરોપી સંજય ઉર્ફે રુનજી જગદીશભાઈ ભડાણીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી બાથરૂમમાં છુપાવેલ વિદેશી દારૂની આઠ બોટલ કિંમત રૂપિયા 2848 કબ્જે કરી હતી. જો કે આરોપી હાથ લાગ્યો ન હતો. જ્યારે બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે નવી તાલુકા પંચાયત કચેરી નજીકથી આરોપી કરશનભાઇ દેશાભાઈ બકુત્રા રહે.નાની બરાર વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1122 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.