Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી મનપા દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહમાં દ્વારકા પગપાળા યાત્રાળુઓને આશ્રય અપાયો

મોરબી મનપા દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહમાં દ્વારકા પગપાળા યાત્રાળુઓને આશ્રય અપાયો

મોરબી: તારીખ ૨૫/૦૪/૨૦૨૫ નારોજ રાત્રી દરમ્યાન પામોલ ગામ જી. મહેસાણા થી ૩૦ પદયાત્રિકો દ્વારા શ્રી જગતમંદિર દ્વારકા પગપાળા યાત્રા દરમ્યાન રાત્રીના ૧૧:૦૦ વાગ્યે મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે રોકાણ કરવામાં આવેલ એ સમયે સંસ્થા સ્ટાફ દ્વારા તેઓને રાત્રી ભોજન કરાવીને આરામ માટે રૂમ ફાળવવામાં આવ્યો હતો આ રીતે સંચાલક ટીમ ના પ્રતિનિધિઓ એ સરકારી વિભાગો ના સુચારૂ સંકલન દ્વારા શ્રી જગતમંદિર દ્વારકા પગપાળા જતા યાત્રીઓનું સ્વાગત કરી રીફ્રેશમેન્ટની વ્યવસ્થા કરી અતિથી દેવો ભવઃ ની પરંપરા નિભાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ,ઓક્ટોમ્બર ૨૦૨૪ થી શરૂ થયેલા મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ (રેન બસેરા) ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકોને આશ્રય સાથે ભોજન, આજીવિકા, હેલ્થ કેમ્પ સરકારી યોજનાઓના લાભો સહિતની સુવિધાઓ માનનીય કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે – IAS, ડેપ્યુટી કમિશનરશ્રી કુલદીપસિંહ વાળા – GAS ના  માર્ગદર્શન હેઠળ તથા  મોરબી મહાનગરપાલિકા UCD વિભાગના સહકાર થી  સંપૂર્ણ પણે નિઃશુલ્ક આપવામાં આવે છે. જરૂરિયાત મંદ લાભાર્થીઓ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ્યઉદ્યોગ કેળવણી સંસ્થા નો મો.નં.9726501810 પર સંપર્ક કરવા યાદી માં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments