મોરબીમાં સાર્થક વિદ્યામંદિર દ્વારા આચાર્ય સન્માન સમારોહ યોજાશે
મોરબી : આગામી તારીખ 5 મે ને સોમવારના રોજ મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય સન્માન સમારોહ યોજાશે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નશીલ ગુરુઓ એવા સાર્થક આચાર્યો (શિક્ષકો)ને સન્માન આપવા આચાર્ય સન્માન સમારોહ યોજાશે. 5 મેના રોજ 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી આ આચાર્ય સન્માન સમારોહ યોજાશે. તો આ કાર્યક્રમમાં પધારી શિક્ષકોનો ઉત્સાહ વધારવા આમંત્રણ પાઠવાયું છે.