વાંકાનેર શહેરના પુલ દરવાજા નજીક આવેલ બસસ્ટેશનમા એસટી બસના ડ્રાઇવરે અચાનક બસ ચાલુ કરી બસ ચલાવતા બસમાં ચડી રહેલા વૃધ્ધાનો પગ ટાયર નીચે કચડાઈ જતા ઇજાઓ પહોંચતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જૂનાગઢ જિલ્લાના બગડું ગામે રહેતા ફરિયાદી ત્રિકમભાઈ દેવરાજભાઈ ડોબરીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જીજે – 18 – ઝેડ – 9705 નંબરની એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.27ના રોજ તેઓ તેમના પત્ની વિજયાબેન ઉ.70 સાથે વાંકાનેર સાળાના ઘેર આવ્યા હતા અને પરત જૂનાગઢ જવા પુલ દરવાજા બસસ્ટેશને આવ્યા હતા ત્યારે વિજયાબેન બસમાં ચડવા જતા એસટી બસના ચાલકે અચાનક બસ ચાલુ કરી ચલાવતા વિજયાબેનનો પગ ટાયર નીચે કચડાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.