વાંકાનેર : તાલુકાના ગુલાબનગર ખાતે છેલા ૧૫ દિવસથી પાણી વિતરણ બંધ કરવામાં આવતા ગામ લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો જેના પગલે ગ્રામજનો દ્વારા ગત કાલે મહિલાઓએ ખાલી માટલા સાથે પાલિકા કચેરી તથા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવેલ.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના ગુલાબનગર ગામમાં થોડા દિવસો પહેલાં પાલિકા દ્વારા પાણીના કનેક્શન કાપી નાખવામાં આવતા ગ્રામજનો પાણી વગર છેલા ૧૫ દિવસથી ટળવળતા હતા. કાળજાળ ઉનાળાની સીઝનમાં પાણી માટે પ્રજાજનો આમતેમ રઝળતા હોય ત્યારે ગત કાળ પ્રજાજનોની ધીરજનો અંત આવ્યો હતો અને અગ્રણીઓ સાથે પાણી માટે પાલિકા કચેરી તથા સેવા સદન ખાતે મહિલાઓ ખાલી માટલા સાથે પહોંચી રજૂઆત કરી હતી. જે ઘટનાનો મીડિયામાં વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ થયો છે. મીડિયામાં પ્રસિદ્ધ થયેલ અહેવાલને પગલે તંત્ર દોડતું થયું હતું અને આજથી ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
