શહેરની ટ્રાફિક સમસ્યાને હલ કરવા રાજવી મેદાને ચોમાસા પહેલા ડેમેજ પુલ યાતાયાત માટે પૂર્વવત કરાશે – કેશરીદેવસિંહ ઝાલા ( રાજવી અને રાજયસભાનાં સાંસદ ગુજરાત )
વાંકાનેર : રાતિદેવળી પંચાસર રોડ પરના બાયપાસ રોડ પર મચ્છુ નદીનો મેજર પુલ છેલ્લા ઘણા સમયથી તુટી ગયેલ હોય જેના લીધે જામનગર બાય પાસ જતા મોટા વાહનો શહેરમાંથી પસાર થવાના કારણે વાંકાનેર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફીકની સમસ્યા સર્જાય છે. આ ટ્રાફીકની સમસ્યાથી લોકોને રાહત મળે તે અંગે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને કરવામાં આવેલ રજુઆતના અનુસંધાને પુલના રીપેરીંગની કામગીરી ચાલુ થઈ ગઈ છે. પુલના રીપેરીંગની કામગીરીની સમીક્ષા કરવા પુલના કામનું નિરીક્ષણ કરવા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ આર.એન્ડ.બી. વિભાગના કાર્યપાલક ઈન્જીનિયર દિગ્વિજય સોલંકી અને તેમની ટીમને બોલાવી આ પુલની કામગીરીનુ નિરીક્ષણ કરેલ અને આગામી દિવસોમાં શરૂ થનાર ચોમાસાની સિઝન પહેલા પુલની કામગીરી પુર્ણ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા ઈન્જીનિયર સોલંકીને તાકીદ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક મહિનાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘેરી બની ગઈ છે જેના ઉકેલ માટે પોલીસ તથા પાલિકા દ્વારા અનેક પ્રકારના નિયમો અને પગલાઓ સાથે કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ટ્રાફિકની સમસ્યાનો અંત આવ્યો નથી ત્યારે આ ઘેરી સમસ્યાનું મૂળ કારણ રાતી દેવરી પંચાસર બાયપાસ રોડ પરના ડેમેજ પુલ બંધ હોવાથી બાયપાસ પર ચાલતા તમામ મોટા વાહનો શહેરમાંથી પસાર થાય છે જેના લીધે શહેરીજનો માટે બઝારમાં નિકળવું જોખમી સાબિત થઈ ગયું છે. શહેરીજનોની આ સમસ્યાનો અંત લાવવા વાંકાનેર રાજવી અને રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ ડેમેજ પુલની રિપેરિંગ માટેની મંજૂરી આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતનાઓને રજૂઆત કરવામાં આવેલ રજુઆતના અનુસંધાને પુલના રીપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યાર કામગીરીની સમીક્ષા કરવા સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ આર.એન્ડ.બી. વિભાગના કાર્યપાલક ઈન્જીનિયર દિગ્વિજય સોલંકી અને તેમની ટીમને બોલાવી નિરીક્ષણ કર્યું હતું સાથે જ તાકીદ કરવામાં આવેલ છે કે આગાની ચોમાસા પહેલા પુલના રીપેરીંગની કામગીરી પૂરી કરવામાં આવે જેથી વાંકાનેર શહેરમાં થતા ટ્રાફીકની સમસ્યાનો ઉકેલ આવે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બાયપાસ રોડ પુલ ડેમેજ થવાથી જામનગર સહિતનો મોટા વાહનોનો તમામ ટ્રાફિક શહેરમાંથી પસાર થાય છે જેના કારણે શહેરમાં તમામ માર્ગો ચોવીસ કલાક ટ્રાફિકથી જામ રહે છે. તેમાં પણ ખનીજ ભરેલા વાહનો પસાર થાય છે જેમાંથી રેતી માટી કપચી સહિતનું ખનિજ ધોળાતું હોય છે તેથી શહેર ધૂળિયું બની ગયું છે ત્યારે શહેરીજનોની મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વાંકાનેરના પ્રજાવત્સલ રાજવી અને રાજયસભાનાં સાંસદ પ્રજાની સુખાકારી માટે આગળ આવી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા પુલ રિપેરિંગની મંજૂરી અપાવી કામ ઝડપથી પૂર્ણ કરવા એન્જિનિયર ને સ્થળ પર બોલાવી નિરીક્ષણ કરી ચોમાસા પહેલા પુલના રીપેરીંગની કામગીરી પૂર્ણ કરી પ્રજાજનોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો અપાવવા તાકીદ સાથે કડક સૂચના આપવામાં આવી છે.
આ તકે સાંસદ કેશરીદેવસિંહ ઝાલા સાથે તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા , તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા , જિલ્લા ભાજપ અગ્રણી રસિકભાઈ વોરા , તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જિગ્નાશાબેન મેર તાલુકાના હોદેદારો અને રાતિદેવળી ગ્રામજનો ઉપસ્થિત રહેલ.
