મોરબી શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આવતીકાલે શનિવારે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાનાર હતો. સમાજના યુવાનની હત્યાના પગલે આ કાર્યક્રમને મોકૂફ જાહેર કરવામાં આવ્યો છે.
વડવાળા યુવા સંગઠન દ્વારા સમયાંતરે સમાજ માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત તા.3ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ખાખરાળા મુકામે રબારી યુવાન કિશનભાઈ જગદીશભાઈ કરોતરાની નિર્મમ હત્યાનો બનાવ બન્યો છે. આ બનાવને કારણે રબારી સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. જેથી સન્માન સમારોહનો આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું વડવાળા યુવા સંગઠનની યાદીમાં જણાવાયું છે.