વાંકાનેર : શહેરમાં આડેધડ ખડકાયેલા દબાણો દૂર કરવા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે જેમા ૨૫ વારિયા વિસ્તારમાં વોકળા કાંઠે પાણીના નિકાલને નડતરરૂપ ખડકી દેવામાં આવેલા રહેણાંક દબાણો દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે સાથે જ આ વિસ્તારમાં ૨૫ વારના પ્લોટ ફાળવવામાં આવ્યા છે તે આસામીઓના પ્લોટની માપણી કરવામાં આવશે જેમાં સરકારી જગ્યામાં વધુ જગ્યા દબાવી હશે તો તેનું દબાણ દૂર કરવામાં આવશે.
શહેરમાં પાલિકા તંત્ર દ્વારા પાલિકાની હદમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે જેમા ૨૫ વારિયા વિસ્તારમાં પાણીના નિકાલને નડતરરૂપ ખડકી દેવામાં આવેલા દબાણો હટાવવા પાલિકા તંત્ર દ્વારા નોટિસ ફટકારી દેવામાં આવતા ગેરકાયદે દબાણ કરનારમાં હડકંપ મચી ગયો છે સાથે જ આ વિસ્તારમાં સરકાર દ્વારા ૨૫ વારના પ્લોટ ફાળવવામાં આવેલા છે તે આસામીઓના પ્લોટની માપણી કરવામાં આવશે. આ આસામીઓ દ્વારા ૨૫ વારથી વધુ સરકારી જમીન દબાવી હશે તો તેને ખુલ્લી કરવામાં આવશે તેમ પાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા દ્વારા જણાવાયું છે. દબાણો હટાવવા અંગે પાલિકા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લીધી છે જે આગામી મંગળવાર કે બુધવારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

