વાંકાનેર તાલુકાના જાલીડા ગામે તળાવનું ૩૯.૯૫ લાખના ખર્ચે થતાં રીપેર અને મેન્ટેનન્સ વર્કના કામનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા કરવામાં આવ્યું મુખ્ય કામગીરી તરીકે નાની સિંચાઈ યોજનામાં તળાવ ઊંડું કરવાનું, પાળનું જંગલ કટિંગ, માટીકામ અને પિચિંગ કામ કરવામાં આવશે. જેનાથી તળાવની સંગ્રહ ક્ષમતામાં વધારો થાય અને પાળની મજબૂતાઇમાં વધારો થશે.
આ તકે આ કામની રજુઆત કરનાર જાલીડા ગામના ભાજપ આગેવાન જગદીશભાઈ રબારી, રતાભાઈ હાડગરડા,ભૂપતભાઈ ભરવાડ, ગોવિંદભાઈ લોહ, લાલાભાઈ ભરવાડ, પ્રવીણભાઈ ભરવાડ, રાજુભાઈ સરધારા, કૌશિકભાઈ ઢોલરીયા તથા ભાજપ અગ્રણી નરેન્દ્રભાઈ સોલંકી અને ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વાંકાનેર તાલુકામા પીવાના પાણી અને સિંચાઈના પાણી માટેના તમામ પ્રશ્નોનું નિરાકરણ ગુજરાત સરકારના પાણી પુરવઢા અને સિંચાય વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ દ્વારા પૂરજોશથી કરવામાં આવતું હોય ત્યારે ગામ લોકોએ અને જીજ્ઞાસાબેન મેર ગુજરાત સરકાર અને કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો.

