મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક “જાણતા રાજા નાટક” નો શુભારંભ
મોરબી: દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવનાર મહાનાટક ‘જાણતા રાજા’નો ગત તારીખ 2મેથી રાયગઢ કિલ્લા, છત્રપતિ શિવાજી મહારાજ મહાનાટક મેદાન, રવાપર-ઘુનડા રોડ મોરબી ખાતે પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જ નાટક નિહાળવા સામાજિક-રાજકીય મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીની 201 મી જન્મજયંતિ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃત્તાંત પર આધારિત વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક “જાણતા રાજા”નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ શુભારંભ પ્રસંગે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સિરામિક એસો. પ્રમુખ હરેશભાઈ બોપલીયા, અજયભાઈ પટેલ, ભાવેશભાઈ ઠક્કર હળવદ, જયાબેન મુંબઈ, ભુજની ટીમ, દાતા વિનોદભાઈ લેચિયા તથા કાંતિભાઈ મેરજા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મોરબીના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ બાબુભાઈ ગડારા, શામજીભાઈ મેથાણીયા તથા રમેશભાઈ ઝાલરિયા, વિગેરે તમની ટીમ સાથે આવ્યા હતાં.

પ્રથમ દિવસે મોરબી તેમજ ભુજ તથા હળવદથી બસ દ્વારા તેમજ મુંબઈ, ટંકારા, સુરેન્દ્રનગર, રાજકોટ વિગેરે જગ્યાએ થી અનેરા ઉત્સાહ સાથે રાષ્ટ્રભક્તો આવ્યા હતા અને મહાનાટક જોઈ ખૂબ પ્રભાવિત થયા હતાં અને કાર્યક્રમ સફળ રહ્યો હતો. માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા નિર્મિત પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ બનાવવાનું છે. તેની આબેહૂબ પ્રદર્શની બનાવેલ છે તે જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. તેમજ મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીજીની જીવન પ્રદર્શની પણ અદભૂત બનાવેલ છે જે દિવસ દરમિયાન સવારે 9 કલાકે થી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જે વિનામૂલ્યે છે. તો આપ અને આપના બાળકોને અવશ્ય બતાવવા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આજે રાત્રે ડો.જયંતિભાઈ ભાડેસિઆ તથા ગુજરાતભરના આરએસએસના પ્રચારકો દ્વારા શુભારંભ થશે.



