મોરબી : મોરબીના રાપર નજીક પેપરમિલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે. આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર આગના બનાવને મેજર કોલ જાહેર કરીને ફાયર બ્રિગ્રેડને જાણ કરાતાં ફાયર બિગ્રેડ સ્ટાફ દ્વારા આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.આ આગમાં જાનહાનીના હજુ સુધી કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. તેમજ આગનું કારણ પણ જાણવા મળ્યું નથી.
મોરબીના માળીયા – હળવદ હાઇવે પર અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે આવેલ લેમિટ પેપરમિલમાં પડેલા વેસ્ટ પેપરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોરબી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો છે. જો કે આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. હળવદ, ધ્રાંગધ્રા અને રાજકોટથી પણ ફાયર બ્રિગેડની ટિમ બોલાવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
