મોરબી :મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા કાલે રબારી સમાજના યુવાનની હત્યાના વિરોધમાં મૌનરેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો મૌનરેલી કાઢી જિલ્લા પોલીસ વડાને રજુઆત કરનાર હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીના વડવાળા યુવા સંગઠન દ્વારા મોરબીના સમગ્ર રબારી સમાજના લોકોને અપીલ કરવામાં આવી છે કે, મોરબીના ખાખરાળા ગામે રબારી સમાજના યુવાન કિશન જગદીશભાઈ કરોતરાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ હત્યાના આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી ન હોવાથી રબારી સમાજમાં ભારે આક્રોશ છે.આ નિર્દોષ યુવાનની હત્યા કરનાર આરોપીની વહેલીતકે ધરપકડ કરી તેને કડકમાં કડક સજા આપવાની માંગ સાથે વડવાળા યુવા સંગઠન દ્વારા આવતી કાલે સોમવારે તા.5/5/2025નાં રોજ 10 વાગ્યે કેસરબાગ નટરાજ ફાટક સામાંકાઠે મોરબીથી મૌનરેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પોલિસ અધિક્ષક (sp)ને લેખિત રજૂઆત કરવામાં આવશે. તેથી આ મૌનરેલીમાં સર્વે રબારી સમાજને હાજર રહીને શાંતિ પૂર્ણ રીતે યોગ્ય ન્યાયની રજૂઆત કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે.

