આ કાર્યક્રમ ની શરૂઆત પહેલગામ માં થયેલ આતંકી હુમલા માં મૃત્યુ પામેલ પર્યટકો ને ૨ મિનિટ નું મૌન પાડી તેમજ શ્રધાંજલિ રૂપે એક દેશભક્તિ નું ગીત પ્રસ્તુત કરી ને કરવામાં આવી હતી.
ત્યારબાદ આમંત્રિત મહેમાનો શ્રી સેવક બ્રહ્મ સમાજ માધાપર ના પ્રમુખ શ્રી જયેશભાઈ આચાર્ય, ઉપપ્રમુખ શ્રી નિમેશ દેવધર, મંત્રી ગોપાલભાઈ ભટ્ટ, ડી.વાય. ઍસ. પી. શ્રી અલ્પેશભાઈ રાજગોર સાહેબ, માલારા ગ્રુપ ના એમ.ડી. શ્રી આશિષ ભાઈ જોશી, ઓલ ઇન્ડિયા સિંધી ભાનુશાલી મહાજન સરોવર ના મંત્રી શ્રી વિનોદભાઈ મેંઘાણી , શ્રી સિંધી ભાનુશાલી સમાજ ગાંધીધામ મહિલા વિંગ ના ઉપપ્રમુખ શ્રીમતી દિવ્યાબેન નાથાણી, ગજવાણી સ્કૂલ એન્ડ કોલેજ ના ટ્રસ્ટી શ્રી જય હેમનાની, શ્રી ગાંધીધામ સેવક સમાજ ના અગ્રણી શ્રી અશ્વિનભાઈ બાપટ ના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.
પ્રમુખ શ્રી દિપકભાઈ આચાર્ય દ્વારા આમંત્રિત મહેમાનો, દાતાઓનું તેમજ ઉપસ્થિત સર્વે નું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ પ્રમુખે પોતાના ઉધભોદન માં આ કાર્યક્રમ કરવા પાછળ ના મુખ્ય ઉદેશ્ય બાબત ની જાણકારી આપી હતી કે આ સંપૂર્ણ કાર્યક્રમ દ્વારા જે ભંડોળ એકત્રિત થશે તેનો ઉપયોગ ફક્ત જરૂરિયાતમંદ વિધાર્થીઓ ની શૈક્ષણિક સહાય માં કરવામાં આવશે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આ કાર્યક્રમ ના પ્રોજેક્ટ ચેરપર્સન શ્રીમતી ડિમ્પલબેન આચાર્ય એ શરૂઆત થી લઈ અંત સુધી નું તમામ જવાબદારી ઓ સફળતા પૂર્વક નિભાવી હતી.
કૌશલભાઈ છાયા તેમજ એમની સીનકરો બેન્ડ (ડી.કે.કે) ગ્રુપ, તેમજ ગાયકો કાજલબેન છાયા, દિપમાલાબેન પાઠક , ઉમેશભાઈ પંડ્યા, દિપેનભાઈ રામી, કેતનભાઈ પારેખ, દક્ષભાઇ છાયા , એ સંગીતમય સંધ્યા ને લાગણીભર્યા સુરમાં પરોવીને શ્રોતાઓ ને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં ઉપપ્રમુખ નીરજભાઈ તિલક, ખજાનચી પ્રતિક ભટ્ટ,પૂર્વ પ્રમુખ શ્રી દિનેશભાઈ દેવધર, રોહિતભાઈ છત્રે, બિપિનભાઈ આચાર્ય, અંકિત જોશી, ભાવેશભાઈ આચાર્ય, કૃપાલીબેન જોશી, ચંદ્રિકાબેન, આચાર્ય, પુનિત બાપટ, નિશાંત આચાર્ય, મયૂરભાઈ બાપટ તેમજ અન્યો કારોબારી સભ્યો એ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમ નું સંચાલન નિલેશભાઈ ટંડન એ કર્યું હતું. આભારવિધિ મંત્રી રોબિન ભટ્ટ એ કરી હતી.
