તાજેતરમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ધોરણ ૧૨ કોમર્સના પરિણામોમાં નવયુગના વિદ્યાર્થીઓએ જવલંત સફળતા હાંસલ કરી છે નવયુગના વિદ્યાર્થી બાવરવા વેદ તુષારભાઈએ ૯૫.૭૧ ટકા અને ૯૯.૯૭ પીઆર સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમ અને સમગ્ર બોર્ડમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે
તેમજ ૧૫ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને ૫૨ વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે જેમાં ૯૯ થી વધુ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨ અને ૯૫ થી વધુ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૯ છે તેમજ ૯૦ થી વધુ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૫૩ જેટલી રહી છે ધોરણ ૧૨ કોમર્સમાં મોરબી જીલ્લામાં સૌથી વધુ એવન ગ્રેડ સાથે શાળાનું પરિણામ ૯૭.૩૩ ટકા રહ્યું છે જે ઉત્કૃષ્ટ પરિણામ બદલ સંસ્થાના પ્રમુખ પી ડી કાંજીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે

