Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiખાખરાળા ગામે યુવાનની હત્યા નિપજાવનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

ખાખરાળા ગામે યુવાનની હત્યા નિપજાવનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનની હત્યા કરનાર આરોપી છેલ્લા 7 દિવસથી ફરાર હોય પોલીસે અમદાવાદ બસ સ્ટેન્ડમાંથી તેને પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ખાખરાળા ગામે રહેતા કિશન કરોતરા નામના 22 વર્ષીય રબારી યુવાનની ગત તા.30ના રોજ રાત્રીના સમયે હત્યા થઈ હતી. મુળુભાઈ ઉફે સાગર આયદનભાઈ ડાંગર ઉ.વ.33 નામના શખ્સે પ્રથમ મૃતક યુવાન સામે બંદુક તાકી બંદુક વડે ફાયર કરતા બંદુકથી ફાયર થયેલ નહી. જેથી ધારદાર છરી વડે છાતીના ભાગે તથા વાસાના ભાગે જમણા ખંભાના ભાગે તથા કાંડાના ભાગે તથા જમણા હાથના પોંચાના ભાગે છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પોહચાડી હતી. જેના કારણે યુવાનનું મોત થતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

આરોપીની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ સાથે શ્રી વડવાળા યુવા સંગઠનના નેજા હેઠળ રબારી સમાજ દ્વારા મૌન રેલી યોજી ડીવાયએસપીને આવેદન પણ આપ્યું હતું. પોલીસે અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરતા આરોપી મુળુભાઈ ઉફે સાગર આયદનભાઈ ડાંગર અમદાવાદમાં ગીતા મંદીર બસ સ્ટેશન ખાતે આવવાનો હોવાનું જાણવા મળતા પોલીસે વોચ ગોઠવી તેને પકડી મોરબી લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ એસ.કે.ચારેલ, પીએસઆ એસ.એન.સગારકા તથા સર્વેલન્સ ટીમ જોડાય હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments