મોરબી : માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે રહેતા યુવાન ઉપર પોલીસને બાતમી આપ્યાનો ખાર રાખી મહિલા સહિતના ચાર આરોપીઓએ હુમલો કરી ધોકા વડે માર મારતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે રહેતા શેખરભાઈ ચંદુભાઈ નગવાડિયા ઉ.28 નામના યુવાને માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે અગાઉ આરોપી પ્રકાશ વાઘજીભાઈ દેગામા ઉપર પોલીસે દારૂનો કેસ કર્યો હોય જેની બાતમી ફરિયાદીએ પોલીસને આપી હોવાનો ખાર રાખી આરોપી પ્રકાશ વાઘજીભાઈ દેગામા, નવઘણ વાઘજીભાઈ દેગામાંલ, વાઘજીભાઈ નરસીભાઈ દેગામા અને વસંતબેન વાઘજીભાઈ દેગામાએ લાકડાના ધોકા વડે તેમજ ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડતા ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.