મોરબી : મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરી વિસ્તારમાં તારીખ 1 મેથી 5 મે દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતા આસામીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા કુલ 25 આસામીઓ પાસેથી રૂપિયા 16,800નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તથા ગંદકી કરતા 44 આસામીઓ પાસેથી 18,100 રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા એક આસામી પાસેથી રૂપિયા 200નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સાથે જ મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને શહે૨માં ગંદકી ન ફેલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
